content top

અંગ્રેજીની જાણકારી વગર પરદેશ જવું મુશ્કેલ છે

અંગ્રેજીની જાણકારી વગર પરદેશ જવું મુશ્કેલ છે, May 17,2011

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

મેરા નંબર કબ આયેગા?

વિઝા માટે અરજી કરનાર દરેક એ રાહે બેઠા હોય કે તેમનો નંબર ક્યારે આવશે. અહીં અત્યારે એટલે કે મે-૨૦૧૧માં કઈ કેટેગરીની વિઝા કાર્યવાહી ચાલી રહી છે, તેની વિગતો આપી છે.

કેટગરી…………………………………………..કોનો નંબર ચાલી રહ્યો છે?

એફ-૧…………………………………………….મે-૨૦૦૪

એફ-૨-એ……………………………………….જુલાઈ-૨૦૦૭

એફ-૨-બી……………………………………….એપ્રિલ-૨૦૦૩

એફ-૩…………………………………………….જુન-૨૦૦૧

એફ-૪…………………………………………….મે-૨૦૦૦

  • હું દસમાં ધોરણમાં નાપાસ થયેલો છું. સિંગાપોર જનરલ વર્કર કે લેબર તરીકે જવા માટે એજન્ટની મદદ લેવાય? – અશોક બટુક ગોહીલ, ભાવનગર
  • તમારો અભ્યાસ અત્યંત મર્યાદિત છે. વધુમાં તમને એકદમ સરસ રીતે અંગ્રેજી આવડતું હોય એ પણ હિતાવહ છે. કોઈ પણ દેશમાં અંગ્રેજીની જાણકારી વગર મુશ્કેલી પડશે. ક્યાંય પણ જવા માટે એજન્ટની મદદ લેવાની જરૂર નથી. એજન્ટ તમને દિવાસ્વપ્ન દેખાડશે. મોટા પગારના વાયદાઓ આપશે અને તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેશે. એ પછી તમને ક્યાંય મોકલી શકશે નહીં કેમ કે પરદેશમાં આ પ્રકારની ઓછી લાયકાત ધરાવનાર વ્યક્તિઓની માંગ નથી હોતી.

Read full article at Sandesh daily of May 17, 2011.

Comments are closed.