content top

એકવાર વિઝા રિજેક્ટ થયા પછી ફરી એપ્લાય ક્યારે કરાય?

એકવાર વિઝા રિજેક્ટ થયા પછી ફરી એપ્લાય ક્યારે કરાય?

મારા દીકરાને મુંબઇ કોન્સ્યુલેટમાં F-1 વિઝાના ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરેલો. હવે તે ફરીથી તરત જ એપ્લાય કરે કે એક-બે વર્ષ પછી?

  • સવાલ: મેં એક એજન્ટને ૧૪,૦૦૦ રૂપિયા આપીને અમેરિકાના વિઝિટર વિઝા માટે ફોર્મ ભરાવીને મુંબઇ જઇ ઇન્ટરવ્યૂ આપ્યો. પરંતુ બે જ મિનિટમાં મારી અરજી રિજેક્ટ કરી પાસપોર્ટ પાછો આપ્યો. એજન્ટને કહેતા એજન્ટ આ મહિનામાં જ ફરીથી એપ્લાય કરવાનું કહે છે અને બીજા ૧૪,૦૦૦ રૂપિયા માગે છે અને વિઝા મળશે જ તેવું કહે છે. શું કરું?-એક નિયમિત વાચક બહેન, વલસાડ
  • જવાબ: વિઝા હજુ બીજીવાર પણ રિજેક્ટ થવાનો જ છે તે એજન્ટ જાણે છે છતાં તમને બીજીવાર, ત્રીજીવાર, ચોથીવાર અને પાંચમીવાર પણ દર મહિને કે મહિનામાં પાંચ વખત એપ્લાય કરાવશે જેથી તેને ૭૦,૦૦૦ રૂપિયા મળે. તે લાલચે તમારો રેકર્ડ બગાડશે. એકવાર રિજેક્ટ થયા પછી વારંવાર એપ્લાય કરનારનો ઇરાદો અમેરિકા કાયમ માટે રહી જવાનો તથા વારંવાર એપ્લાય કરવાથી તમે Desperate અથૉત્ વિઝા મળે તે માટે મરણિયા પ્રયાસ કરો છો તેવું ફલિત થાય. નાહકના પૈસા તથા સમય અને મનની શાંતિ બગાડતા નહીં. એકાદ વર્ષ રાહ જુઓ. મને ફોન કર્યા પછી જ વિચારજો.
  • સવાલઃ આઠ મહિના પહેલાં હું ફિલિપાઇન્સની ગર્લફ્રેન્ડને ઓનલાઇન મળ્યો. હવે અમે રૂબરૂ મળી લગ્ન કરવા માગીએ છીએ. તે મને ટૂરિસ્ટ વિઝા પર બોલાવે છે. મને વિઝા મળે?  રવિ શેલડીયા, અમદાવાદ
  • જવાબઃ હા. ટૂરિસ્ટ વિઝા મળે, પરંતુ તમે તેની પાસે બહું પૈસા ના હોય તો તમારા ખર્ચે તેની ટિકિટ મોકલી ઇન્ડિયા બોલાવી વધું પરિચયમાં આવો તે ઉચિત છે. લગ્ન કરવામાં ઉતાવળ કરવાથી ક્યારેક પસ્તાવું પડે છે.

નોંધ: વાચકોએ પોતાનો પ્રશ્ન માત્ર અને માત્ર પોસ્ટકાર્ડ પર ટૂંકમાં અને મુદ્દાસર પૂછવો તથા પ્રશ્નની સાથે પોતાનું પૂરું નામ, સરનામું લખવું આવશ્યક છે. અન્યથા તેમના પ્રશ્નોને અહીં સ્થાન આપી શકાશે નહીં.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

Read More >>>

Comments are closed.