content top

એજન્ટની મદદ ક્યારે લેવી? Source: Immigration, Ramesh Rawal

  • સવાલ:મારી દીકરીએ U.K ના નવા નિયમો મુજબ HSMP નીચે બે વર્ષ પહેલાં અરજી કરી હતી, જે મંજુર પણ થઇ ગઇ, પરંતુ વિઝા માટે એજન્ટે તદ્દન ખોટી અને ગેરકાયદે સલાહ આપી. વિઝા અરજીમાં આવકના તદ્દન ખોટા પુરાવા રજુ કરાવ્યા. તેથી મારી દીકરીને U.K. માટે દસ વર્ષનો પ્રતિબંધ લાગુ કરાયો. મારા જમાઇને P.R.મળી જાય તો મારી દીકરી અને તેના સંતાનો દસ વર્ષનો પ્રતિબંધ હોવા છતાં U.K. જઇ શકશે?-સુરેન્દ્ર એમ.પટેલ, અમદાવાદ
  • જવાબ: ના. એજન્ટ U.K.ના બેરિસ્ટર કે ઇમિગ્રેશન લોયર હોતા નથી છતાં U.K.ના કાયદાની સલાહ આપતા હોય છે. જો તમે આ બાબતની કાયદાકીય સલાહ લીધી હોત તો તમારી દીકરી તથા તેનાં સંતાનોનો કોઇ પણ વાંક નહીં હોવા છતાં ૧૦ વર્ષ સુધી દીકરી પતિની સાથે અને બાળકો પિતા સાથે રહી શકે નહીં તેવી સ્થિતિ ઊભી જ ન થાત. તમારા બોગસ એજન્ટે બહુ મોટી સમસ્યા પેદા કરી. તમારે પણ આવા બોગસ પુરાવા રજુ કરતા પહેલાં દસ વખત વિચારવું જોઇતું હતું. એજન્ટ પાસે માત્ર પરદેશની કે આંતરદેશીય પ્લેન ટિકિટ સિવાયનું કાયદાકીય કામ કરાવવું તે નરી મૂર્ખતા છે. આ કોલમમાં હું વારંવાર જણાવું છું કે તમે જાતે જ કામ કરો અને તે પણ કાયદાની હદમાં રહીને.
  • સવાલઃ અમારી F-3 ની પિટિશન ૨૦૦૨ ની અને F-4ની પિટિશન ૨૦૦૩ ની છે. મારા બાબાની ઉંમર ૨૦ વર્ષની છે તો તેને સાથે લઈ જવામાં કોઈ મુશ્કેલી આવશે? ગોવિંદભાઈ પટેલ, મહેસાણા
  • જવાબઃ હા. મુશ્કેલી દૂર કરવા હું જણાવું તેવી પિટિશન કેટલાક દસ્તાવેજો સાથે N. V. C. માં વિઝા કોલ આવતા પહેલાં કરવી જોઈએ.

Read More at Digg >>>

Comments are closed.