content top

એજન્ટને રૂપિયા તો આપી દીધા પણ… (વિઝા એ ટુ ઝેડ)

એજન્ટને રૂપિયા તો આપી દીધા પણ… (વિઝા એ ટુ ઝેડ)

મેં પરદેશ જવા એજન્ટને ૧૦ લાખ રૂપિયા ચુકવ્યા છે. પરંતુ હજુ સુધી વિઝા મળ્યો નથી. હવે તો એજન્ટ પણ યોગ્ય જવાબ આપતો નથી.

ભૂલ તમારી છે. તમે કેમ એમ માની લીધું કે એજન્ટ તમને વિઝા અપાવશે? એજન્ટો દ્વારા છેતરપિંડીના સેંકડો કિસ્સાઓ બને છે અને અખબારોમાં છપાય છે, પણ લોકોની આંખો ઊઘડતી નથી. પરદેશ જવા લોકો જોયાજાણ્યા વગર એજન્ટોને પૈસા ધરી દે છે અને પછી પસ્તાવાનો વારો આવે છે. પરદેશ જવા ઇચ્છતા બધા યાદ રાખે કે એજન્ટો કોઈ પરદેશી સરકારોના પયગંબર નથી કે તમને વિઝા અપાવી દે! વિઝા માટે કોઈ પણ ભણેલી વ્યક્તિ કોઈની મદદ વગર જાતે જ કાર્યવાહી કરી શકે છે. એ માટે એજન્ટ પાસે કીમતી સમય કે પૈસા બગાડવાની જરૂર નથી હોતી. ખેર, તમે તો ભૂલ કરી ચૂક્યા છો. હવે તમે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કોઈ સારા અને જાણકાર ક્રિમિનલ લોના નિષ્ણાત મારફતે ફરિયાદ કરો એટલે મેજિસ્ટ્રેટ ઈન્ક્વાયરી માટે જ પોલીસ સ્ટેશનને સૂચના આપશે.

(લેખક ઇમિગ્રેશનના નિષ્ણાત એડવોકેટ છે.) તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.

viza.sandesh @gmail.com

Read More >>>

Comments are closed.