content top

કોઈ પણ વ્યક્તિ પોતે જ વિઝા માટે અરજી કરી શકે છે

કોઈ પણ વ્યક્તિ પોતે જ વિઝા માટે અરજી કરી શકે છે
May 10, 2011

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

  • મારી મૂંઝવણ એ છે કે અમે પતિ-પત્ની બંનેનું ગ્રીનકાર્ડ પરત કરી અમેરિકાના વિઝિટર વિઝા લેવા એજન્ટ દરેકના ખાસ્સા પૈસા માંગે છે. હું કેન્દ્ર સરકારના વિદેશ ખાતાનો નિવૃત્ત ઓફિસર છું અને મારે એજન્ટ પાસે જવું નથી કે તેની સલાહ પ્રમાણે કામ કરવું નથી તેથી મારે જાતે જ એપ્લાય કરવું છે તો શું કરવું?- બી.એ. પટેલ, વડોદરા
  • તમે ખૂબ જ સારો નિર્ણય લીધો કારણ એજન્ટ ઈમિગ્રેશન લોયર નથી હોતા કે ઘણાં ખરા તો કોઈ ક્વોલિફિકેશન પણ ધરાવતા હોતા નથી કે કાયદાની સલાહ આપવાનું કોઈ લાયસન્સ પણ હોતું નથી. તેથી તમારા કેસમાં જે ફોર્મ્સ ભરવાનાં હોય છે તેમાં કેટલાક પ્રશ્નો તથા વિગતો જો સચોટ અને પરફેક્ટ જવાબ કે વિગત આપવામાં સહેજ પણ ભૂલ થાય તો તમને વિઝા મળે જ નહીં. કેટલીક ટેકનિકલ અને આંટીઘૂટીવાળી વિગતોનો સચોટ ઉકેલ જે તે વ્યક્તિ આપી શકે નહીં. તમે મને ફોન કરો હું તમને જે બે ફોર્મ્સ તૈયાર કરવાનાં છે તેમાં શું લખવું તથા કયા જવાબ તથા વિગતો આપવી તે જણાવું તે પ્રમાણે તમે જાતે જ આ કામ સહેલાઈથી કરવા સમર્થ છો જ..

(લેખક ઇમિગ્રેશનના નિષ્ણાત એડવોકેટ છે.)  તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, ર્પૂમૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૃરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.

viza.sandesh@gmail.com
Read more at Ardha Saptahik of Sandesh …………

Comments are closed.