content top

ગ્રીનકાર્ડ ખોવાઇ ગયું હોય તો અમેરિકા પરત કઇ રીતે જવું?

ગ્રીનકાર્ડ ખોવાઇ ગયું હોય તો અમેરિકા પરત કઇ રીતે જવું?

Source: Immigration, Ramesh Rawal

  • સવાલ:મારું ગ્રીનકાર્ડ ન્યૂ યોર્કથી અમદાવાદ આવ્યા બાદ ક્યાંક મુકાઇ ગયું છે કે ખોવાઇ ગયું છે. આખા ઘરમાં શોધખોળ કરી પરંતુ મળતું નથી. ગ્રીનકાર્ડ વગર મારે ન્યૂ યોર્ક જવાય તેમ નથી. તો શું કરું?-દક્ષા પટેલ, અમદાવાદ
  • જવાબ: ગ્રીનકાર્ડ વગર અમેરિકા ચોક્કસ જવાય. તે માટે તમારે અહીંથી જ કેટલીક કાયદેસરની કાર્યવાહી કરવી પડે. ત્યાર બાદ અમેરિકા-ન્યૂ યોર્ક જઇને પણ કેટલીક ફોમૉલિટી કરવી પડે. તમારા પાસપોર્ટમાં થયેલી એન્ટ્રિ, ગ્રીનકાર્ડ ખોવાઇ ગયાના પુરાવા તથા કેટલી ઝીણી અને નાની વિગતો મને જણાવાથી તમે ન્યૂ યોર્ક ચિંતામુક્ત રીતે જઇ શકો છો.
  • સવાલઃ મારી ફિયાન્સીના ગ્રીનકાર્ડના આધારે હું અમેરિકા જઇ શકું? તેની ઈન્ડિયામાં હાજરી સિવાય તેની સાથે લગ્ન કરી શકું? વિશાલ પટેલ અમદાવાદ
  • જવાબઃ બંને સબવાલનો જવાબ સ્પષ્ટ ના છે. ભારતના કાયદા અન્વયે બંને વર - વધૂએ કાયદેસર રીતે લગ્ન કરવા જોઇએ. અમેરિકામાં બેઠા બેઠા ઇન્ડિયામાં લગ્ન થાય નહીં.

Read More >>>

Comments are closed.