ગ્રીનકાર્ડ પરત કરવાથી વિઝિટર વિઝા મળે જ એવું જરૃરી નથી
વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ
અમને એક વર્ષથી ગ્રીનકાર્ડ મળ્યું છે. અમારે વર્ષે – બે વર્ષે દીકરાને મળવા અમેરિકા જવાનું આયોજન છે તો ગ્રીનકાર્ડ જમા કરાવી વિઝિટર વિઝા લેવા શું કરવું જોઈએ? – મહંમદ યૂસુફ આઈ. ટાધા, મોડાસા (સાબરકાંઠા)
દરેક વાચકે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ગ્રીનકાર્ડ પરત કરવાથી તમને વિઝિટર વિઝા કાયદેસર આપવાની અધિકારીની ફરજ નથી અને તે રીતે વિઝા મેળવવાનો તમારો અધિકાર પણ નથી. કેટલાક લોકોએ ગ્રીનકાર્ડ પરત કર્યું હોય તો એ બીજાને સલાહ આપતા ફરતા હોય છે. એમ કોઈની અણઘડ સલાહ માની ગ્રીનકાર્ડ પરત કરવામાં ઉતાવળ કરશો નહીં.
(લેખક ઇમિગ્રેશનના નિષ્ણાત એડવોકેટ છે.)
તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, ર્પૂિત વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. યાદ રહે સવાલ ટૂંકા અને મુદ્દાસર હોવા જોઈએ. સવાલમાં બિનજરૃરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.
viza.sandesh@gmail.com
Read more at Ardha Saptahik edition of Sandesh dated April 05, 2011.