content top

ગ્રીનકાર્ડ મળ્યા પછી અમેરિકામાં કેટલો સમય રહેવું પડે?

ગ્રીનકાર્ડ મળ્યા પછી અમેરિકામાં કેટલો સમય રહેવું પડે?

Source: Immigration, Ramesh Rawal   (25/05/2011)

  • સવાલ: ગ્રીનકાર્ડ મળ્યા પછી અમેરિકામાં કેટલો સમય મારે રહેવું જ પડે અને કેટલો સમય ભારતમાં રહી અમેરિકા કાયદેસર જઇ શકું?-‘અમિત પારેખ, અમદાવાદ
  • જવાબ: અમેરિકા પહોંચ્યા પછી ગ્રીનકાર્ડ તમારા સરનામે આવતા ચારથી આઠ અઠવાડિયાં લાગે છે, પરંતુ ગ્રીનકાર્ડની રાહ જોયા સિવાય પણ નવા નિયમનો મેં કરેલા અભ્યાસ પ્રમાણે તમે અમેરિકા પહોંચો તેના બીજે જ દિવસે ઇન્ડિયા આવી શકો. ભારતમાં ૬ માસથી વધુ રહેવાય નહીં, જો તમારે યુ.એસ. સિટિઝન થવું હોય તો. જો સિટિઝન થવું ના હોય તો ૧૧ માસ ૨૫ દિવસમાં અમેરિકા પાછા જવું જોઇએ.
  • સવાલઃ અમારી  F – 3 ની પિટિશન ૨૦૦૨ ની અને  F – 4 ની પિટિશન ૨૦૦૩ ની છે. મારા બાબાની ઉંમર ૨૦ વર્ષની છે તો તેને સાથે લઈ જવામાં કોઇ મુશ્કેલી આવશે? ડૉ. ગોવિંદભાઈ પટેલ, મહેસાણા
  • જવાબઃ હા. મુશ્કેલી દૂર કરવા હું જણાવું તેવી પિટિશન કેટલાક દસ્તાવેજો સાથે  N. V. C.  માં વિઝા કોલ આવતા પહેલા કરવી જોઈએ.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

kalash.immigration@gmail.com

ઇમિગ્રેશન, રમેશ રાવલ

Read more >>>>>>>

Comments are closed.