ડિપોર્ટ થયા પછી ફરીથી વિઝા મળે? | NRI Parents Association,Vadodara, Gujarat
content top

ડિપોર્ટ થયા પછી ફરીથી વિઝા મળે?

ડિપોર્ટ થયા પછી ફરીથી વિઝા મળે?

  • સવાલ: મને દસ વર્ષના અમેરિકાના વિઝિટર વિઝા મળેલા. તે દ્વારા તારીખ ૩-૧૦-૨૦૦૮ના રોજ અમેરિકાની પહેલી વિઝિટ કરી દોઢ માસ રહેલો. ત્યાર બાદ બીજી વિઝિટ તારીખ ૨-૯-૨૦૦૯ના રોજ ફરી ચાર માસ અને સાત દિવસ રહેલો. ત્યાર પછી ત્રીજી વિઝિટમાં તારીખ ૯-૧૨-૨૦૧૨ના રોજ અમેરિકા ગયો ત્યારે મને ત્યાંના એરપોટર્ ઉપરથી ડિપોટર્ કરી, રિ-એન્ટ્રી કરવાનો પાંચ વર્ષ માટે બેન કરી ઇન્ડિયા પાછો મોકલ્યો છે તો તમે આ ડિપોટર્ેશનનો પાંચ વર્ષનો બેન કેન્સલ કરાવી શકો ખરા?
  • જવાબ : તમારા મેઇલમાં અમેરિકાના એરપોટર્ ઉપર ઇમિગ્રેશન ઓફિસરે તમને પૂછેલા ઘણા સવાલો તથા તમે આપેલા જવાબો તમે લખ્યા છે તે મેં બરાબર વાંરયા છે. તે વાંચતાં મને લાગે છે કે પાંચ વર્ષનો બેન અર્થાત્ મનાઈ કેન્સલ થઈ શકવાનું શકય લાગતું નથી. હું વારંવાર આ કોલમમાં લખું છું કે ૧૦ વર્ષનો વિઝિટર વિઝા મળ્યો તેથી તમને અમેરિકાના એરપોટર્ ઉપર અમેરિકામાં એન્ટર થવાની, એરપોટર્ના ઇમિગ્રેશન અધિકારીએ પરમિશન અર્થાત્ બી-૨ કે બી-૧ વિઝા કાયદેસર આપવો જ પડે તેવું નથી. અમેરિકાના એરપોટર્ ઉપર ઇમિગ્રેશન અધિકારી જે પ્રશ્નો પૂછે તે જતાં પહેલાં જાણી લેવું જોઈએ અને હંમેશાં પ્રશ્નોના સાચા જ જવાબ આપવાથી ફાયદો જ થાય છે.

 

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

 

ઈમિગ્રેશન

રમેશ રાવલ

Continue reading at Kalash Edition of Divya Bhaskar daily, epaper, page 5.

Comments are closed.