content top

માત્ર રજિસ્ટર્ડ મેરેજ વિઝા માટે માન્ય નથી! (વિઝા એ ટુ ઝેડ)

Read More on “માત્ર રજિસ્ટર્ડ મેરેજ વિઝા માટે માન્ય નથી! (વિઝા એ ટુ ઝેડ)” as published in the Sandesh daily.

વિઝા એ ટુ ઝેડ – મૌલિન રમેશ રાવલ

  • મેં ગ્રીનકાર્ડ હોલ્ડર છોકરી સાથે ઉમરેઠની કોર્ટમાં લગ્ન કરી સપ્ટેમ્બર- ૨૦૧૧માં પિટિશન કરી છે. તો ઓક્ટોબર- ૨૦૧૨માં સિટીઝન થાય પછી મને વિઝા મળે?
  • જો તમે સબરજિસ્ટ્રારની કચેરીમાં હિન્દુવિધિ અનુસર્યા સિવાય મેરેજ રજિસ્ટર કરાવી ર્સિટફિકેટ લઈ લીધું હશે તો એવાં લગ્ન કોન્સ્યુલેટ માન્ય રાખશે નહીં. અમેરિકા ગ્રીનકાર્ડ હોલ્ડર કે સિટીઝન સાથે લગ્ન કરતા પહેલાં તે અંગેની કાયદેસરની વિધિ તથા પ્રોસિજર કર્યા પછી જ લગ્ન કરી રજિસ્ટર કરાવવાં જોઈએ. તમારા પત્ર ઉપરથી એવું જણાય છે કે તમે આણંદના કોઈ એજન્ટની સલાહથી કામ કર્યું હશે. જો સિવિલ મેરેજ કર્યાં હોય તો જુદી વાત છે. યાદ રાખો સબરજિસ્ટ્રાર એ કોર્ટ નથી. તે ઓફિસમાં રજિસ્ટર થયેલા મેરેજ કોર્ટમેરેજ કહેવાય નહીં. સબરજિસ્ટ્રાર દસ્તાવેજોથી નોંધણી કરનાર છે. ગેરકાયદેસર લગ્ન કરી અમેરિકા જનારની સંખ્યા વધી રહી છે, પરિણામે લગ્નની અમેરિકી સરકાર પૂરી તપાસ કર્યા પછી વિશ્વાસ બેસે તો જ માન્ય ગણે છે. રજિસ્ટર મેરેજ તો માન્ય ગણાશે જ નહીં.
  • (લેખક ઇમિગ્રેશન એડવોકેટ છે)
  • તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, ર્પૂિત વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં.
  • viza.sandesh@gmail.com

Read at digg.com.

Comments are closed.