content top

વડીલો માટે ગુજરાત જેવું સ્થળ બીજું એકેય નથી!

Read more on “વડીલો માટે ગુજરાત જેવું સ્થળ બીજું એકેય નથી!” at Divya Bhaskar.

One question/answer is displayed here with the courtesy of the management of Divya Bhaskar daily.

  • સવાલ:મારી ઉંમર ૫૪ વર્ષની અને મારા પતિની ઉંમર ૫૮ વર્ષની છે. મારા મોટા બ્રધરે અમારા માટે તથા મારા બીજા નાના ભાઇ જે મસ્કત, ઓમાનમાં રહે છે તેમના માટે ફાઇલ કરેલ પિટિશન દ્વારા મારા ભાઇ તેમના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે મસ્કત છોડી અમેરિકામાં સ્થાયી થવા માટે ગયા છે અને મારા પિટિશનર ભાઇ મને ૪૦૪ ડોલર ભરી દેવા કહે છે. પરંતુ અમે બંને પતિ-પત્ની ખૂબ જ કન્ફ્યુઝ છીએ કે આ ઉંમરે અમેરિકા કાયમ માટે જવું અને સેટલ થવું કે કેમ? અને અમારી રાજકોટની લાઇફ સ્ટાઇલ સાથે અમેરિકાની સરખામણી કરતાં રાજકોટ ઉત્તમ છે. અમે કોઇ નિર્ણય લઇ શકતા નથી અને ખૂબ જ મૂંઝવણમાં છીએ. તો માર્ગદર્શન આપશો?- પ્રીતિ દફતરી, રાજકોટ
  • જવાબ: તમારો વિગતવાર ઇમેઇલ વાંચતાં મારો અભિપ્રાય એ છે કે તમારા ભાઇની ઉંમર તથા તેના બાળકોની ઉંમર જોતા તથા તે જે કન્ટ્રી (ઓમાન)માં રહેતા હતા તે દેશમાં ભારત અને ખાસ કરીને આપણા ગુજરાત જેવી ઉત્તમ રહેણીકરણી સ્વતંત્રતા, કાયદા વગેરે નથી તેથી તે અમેરિકા પસંદ કરીને તે જાય. તમારા જણાવ્યા પ્રમાણે તમારી આવક ઘણી સારી તથા લાઇફસ્ટાઇલ પણ સારી છે. તે છોડી આ ઉંમરે અમેરિકાના ન્યૂ યોર્કમાં રહેવું એ સોનાના પિંજરા(Golden Cage)માં રહેવા જેવું થશે. ત્યાંના આપણા ગુજરાતી સિનિયર્સની સ્થિતિ જોઇ ચૂક્યો છું, તેથી આમ લખું છું. તમારા પરિણીત પુત્ર માટે પિટિશન તમે ત્યાં પાંચ વર્ષ રહ્યા પછી જ કરી શકશો અને ત્યાર બાદ પણ બીજા પાંચ-છ વર્ષ પિટિશનને એપ્રૂવ થતાં લાગશે. તેના કરતા ગ્રીનકાર્ડ એક વખત લઇને કાયદેસર ફરી આવો પછી મારો સંપર્ક કરશો તો આપણે કેટલાક ફોર્મ્સ ભરી ગ્રીનકાર્ડ પાછું આપી વિઝિટર વિઝા દસ વર્ષ માટે લેવાથી તમારે દર વર્ષે અમેરિકા જવું પડશે નહીં. મારી દ્રષ્ટિએ જેની માસિક આવક પચાસ હજારથી એક લાખની હોય તેને અમેરિકા સેટલ થવાનો વિચાર કરવો જોઇએ નહીં. દુનિયામાં ગુજરાત જેવું જીવન ક્યાંય નથી.

Comments are closed.