content top

સાસુ-સસરાને કાયમ માટે યુ.કે. બોલાવવા શું કરવું જોઇએ?

Read More on “સાસુ-સસરાને કાયમ માટે યુ.કે. બોલાવવા શું કરવું જોઇએ?” as published in the Divya Bhaskar daily.

Read the dugg story.

  • સવાલ:અમારે પાસપોર્ટ કઢાવવો છે, પરંતુ અમે પાસપોર્ટની પ્રક્રિયાથી પૂરેપૂરા અજ્ઞાત છીએ. તેની સંપૂર્ણ માહિતી આપવા વિનંતી છે.
  • જવાબ:પાસપોર્ટ મેળવવા માટે કમનસીબે અમદાવાદની રિજિયોનલ પાસપોર્ટ ઓફિસમાં રૂબરૂ તપાસ કરવા ગયેલ વાચકોના ઇ-મેઇલ, પત્રો, ફોન આવે છે અને એક જ કોમન ફરિયાદ છે કે પાસપોર્ટ ઓફિસમાં સેંકડો માણસો-કર્મચારીઓ હોવા છતાં કોઇ પણ કર્મચારી માહિતી આપતા જ નથી. ઉપરથી ઉદ્ધત વર્તન કરી લોકોને ભગાડી મૂકે છે. પાસપોર્ટ ઓફિસ એવો આગ્રહ રાખે છે કે ઓનલાઇન જોઇ લો, પરંતુ જેમને ઇંગ્લિશ આવડતું ન હોય તે અથવા જેની સ્થિતિ સાધારણ હોય તેઓ કેવી રીતે જાણી શકે?
  • પાસપોર્ટ કઢાવવા માટેની પ્રક્રિયા તથા ક્યા પેપર્સ જરૂરી છે તે માહિતી આ પ્રમાણે છે: (૧) પાસપોર્ટનું ફોર્મ (૨) પાસપોર્ટ માટેની ફી (૩) બર્થ સર્ટિફિકેટ, (૪) લાઇટ બિલમાં એક તાજેતરનું અને બીજું એક વર્ષ જૂનું, (૫) ટેલિફોન બિલ-નંબર ૪ મુજબ (૬) મ્યુનિ. ટેક્સ બિલ ક્રમ નં.૪ મુજબ, (૭) ઇલેકશન કાર્ડ (૮) ડ્રાઇવિંગ લાઇસન્સ, (૮) પાન કાર્ડ (૯) રેશન કાર્ડ (૧૦) ભાડાનું મકાન હોય તો તેના પુરાવા (૧૧) બેન્ક પાસબુક-સ્ટેટમેન્ટ (અનુક્રમ નં.૪થી ૧૧માંથી કોઇપણ બે પુરાવા હોય તો ચાલશે.) (૧૨) જુનો પાસપોર્ટ હોય તો તે (૧૩) લગ્ન કર્યા હોય તો મેરેજ સર્ટિફિકેટ (૧૪) ડિગ્રી સર્ટિફિકેટ (૧૫) સરકારી-અર્ધસરકારી કે પી.એસ.યુ. વગેરેમાં નોકરી કરતા અરજદારો માટે નો ઓબ્જેકશન સર્ટિફિકેટ. આ તમામ માહિતી વાચકોની સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે વેબસાઇટ: passport.gov.inની મુલાકાત લેવાથી તમે જાતે જ પાસપોર્ટ માટે સહેલાઈથી અરજી કરી શકશો.
  • સવાલ:મને અને મારા પતિને યુ.કે.ના Indefinite Visa મળ્યા પછી અમે યુ.કે. રહીએ છીએ. મારાં સાસુ-સસરા આશરે ૫૫ વર્ષનાં છે. તેઓ વિઝિટર વિઝા ઉપર બે વાર અહીં આવી ગયાં છે. તેમને મારે યુ.કે.માં પરમેનેન્ટ રહેવા બોલાવવા શું કરવું જોઈએ?
  • જવાબ:તમારા વિઝાની ડિટેઇલ્સ પાસપોર્ટની કોપીમાં જોયા પછી યોગ્ય માર્ગદર્શન આપી શકાય. સામાન્ય રીતે માતા-પિતા માટે તેના પુત્ર કે પુત્રીએ અરજી કરવી પડે તમારાથી થઇ શકે નહીં. તેમ છતાં ત્યાંના ઇમિગ્રેશન નિષ્ણાત લોયર કે બેરિસ્ટર મારફતે જ કામ કરાવજો. મારા મંતવ્ય પ્રમાણે આવા ઉંમરલાયકને યુ.કે.માં પરમેનેન્ટ રહેવું અનુકૂળ આવશે નહીં કે એકલતા લાગવાથી ગમશે પણ નહીં. તેના કરતાં જેમ બેવાર વિઝિટર વિઝા ઉપર આવી તમારી સાથે થોડા મહિના રહીને ઇન્ડિયા પાછાં આવ્યાં તેમ ટેમ્પરરી મુલાકાત લેવી જોઇએ કારણ કે દુનિયા ફર્યા પછી એવા નિષ્કર્ષ કે નિર્ણય ઉપર આવ્યો છું કે આખી દુનિયામાં જો કોઇ પરમેનેન્ટ રહેવા જેવો પ્રદેશ હોય તો માત્ર ને માત્ર ‘ગુજરાત’ જ છે. તેથી જ ૩૦ વર્ષ ન્યૂ યોર્કમાં રહ્યા પછી હું પોતે પણ અમદાવાદમાં સ્થાયી થયો છું.
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)
kalash.immigration@gmail.com
ઇમિગ્રેશન, રમેશ રાવલ

Comments are closed.