content top

‘હું’

ડૉ. શાન્તિલાલ વાડીલાલ શાહ

- NRI Parents’ Association, Vadodara ના

વરિષ્ઠ સભ્ય તેમજ FOUNDER TRUSTEE –

રચિત કાવ્ય

‘હું’

 

જ્યાં પરમાર્થના વાઘા સજી માનવી સ્વાર્થ સાધે છે

 

મીઠા શબ્દો પાછળ કડવી કટાર તાણે છે —-

 

કહેવું છે કંઇ, કરવું છે કંઇ, એ ઉપચાર છે અહીં

 

નાનું આપી મોટું લેવું તેવો અભિગમ છે અહીં —-

 

કોઈ કોઈનું નથી, ફક્ત ‘હું’  જ  ‘હું’  છું અહીં

 

તેવી વિચારધારા કરતાં જીવું છું અહીં

 

સાંકડી થતી શેરીનો માર્ગ અંતમાં અટકે છે અહીં

 

સ્વાર્થપરમાર્થનો અભિગમ અટકે છે  ‘હું’  માં અહીં.

 

……………………………..ડૉ. શાંતિ શાહ, વડોદરા

Comments are closed.