content top

‘અમારી દીકરી ભારતમાં જ રહી જશે?’

‘અમારી દીકરી ભારતમાં જ રહી જશે?’

  • સવાલ: મારી F-4ની ૨૦૦૨ માર્ચની પિટિશનમાં મારી દીકરી તે વખતે ૧૮ વર્ષની હતી અને હાલમાં તે ૨૨ વર્ષની થઇ ગઇ હોઇ તે અમારી સાથે આવી શકશે નહીં. તો તેને અહીં એકલી કેવી રીતે રખાય? વિઝા કોલ આવશે ત્યારે તો તેની ઉંમર પણ વધી જશે. અમારી સાથે અમારી દીકરી અમેરિકા આવી શકે તેવો ઉપાય બતાવવા મહેરબાની કરશો.-‘હસમુખભાઇ કાન્તિલાલ પટેલ, મહેસાણા
  • જવાબ: તમારી દીકરી ભારતમાં રહી નહીં જાય અને તમારી સાથે જ આવી શકશે, તેથી ચિંતા કરતા નહીં. આ માટે તમારે મને કેટલાક પેપર્સ વગેરે મને ફોન કરી તેનું લિસ્ટ કરી લઇ મને મોકલી આપવાથી એક નવી પિટિશન નવા કાયદા અન્વયે કરવાથી તે તમારી સાથે આવી જ શકશે.
  • સવાલઃ મારો ઑસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલો દીકરો જુન, ૨૦૧૧ બાદ ટેમ્પરરી રેસિડન્ટ વિઝા (T.R.) ૧૮ માસ માટે એકસ્ટેન્ડ કરી, તે માટે ત્યાંથી જ  Online એપ્લાય કરી તે મળ્યા બાદ ઇન્ડિયા આવી ફરીથી જઇ શકે? P.R. ક્યારે મળે? તે યુ. કે. કે  યુ. એસ. જઇ શકે?
  • જવાબઃ હા. જ ઇ શકે. P.R. તો T.R. મળ્યા મછી જ એપ્લાય કરી શકાય, જેના એપ્રુવલનો આધાર કેનેડાના નિષ્ણાત લૉયર કેવી રીતે કરે છે તેના ઉપરથી નક્કી કરી શકાય.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

kalash.immigration@gmail.com

Read more at “Immigration, Ramesh Rawal“, Divya Bhaskar” of April 06, 2011.

Comments are closed.