content top

Constitution (Gujarati Version)

ટ્રસ્ટનું નામનોન રેસિડેન્સિયલ ઈન્ડિયન પૅરેન્ટસ્ અસોસિએશન

ટ્રસ્ટનું સરનામું, વિક્રમ પાર્ક, રામેશ્વર મંદિર રોડ, સુભાનપુરા, વડોદરા

નોંધણી નં- ટ્રસ્ટ નોંધણી નંબરએફ/૧૪૬૭/વડોદરા

સોસાયટી રજી. નંબરગુજરાત /૧૭૮૯/વડોદરા

નોંધણી તારીખ૧૮/૦૬/૦૩

મેમોરેન્ડમ ઓફ અસોસિએશન

() સંસ્થાનું નામઃ નોન રેસિડેન્સિયલ ઈન્ડિયન પૅરેન્ટસ્ અસોસિએશન, વડોદરા

() કાર્યાલયઃ હાલમાં -, વિક્રમ પાર્ક, રામેશ્વર મંદિર રોડ, સુભાનપુરા, વડોદરા ખાતે રહેશે. ભવિષ્યમાં મેનેજીંગ કમિટિ બહુમતિથી ઠરાવ દ્વારા તેમાં ફેરફાર કરી શકશે કે શાખાઓ ખોલી શકશે.

() કાર્યક્ષેત્રઃ સમગ્ર ગુજરાત રહેશે.

(4) સંસ્થાના હેતુંઓઃ સંસ્થાના હેતુંઓ નાત-જાત, ધર્મ કે લિંગના ભેદભાવ સિવાય નીચે મુજબના રહેશે.

() સંસ્થાના હેતુઓમાં સક્રિય રસ ધરાવનાર સભ્યો અને બીજા લોકો વચ્ચે માધ્યમ રૂપ બની ફેલોશીપ, ગુડવીલ અને પરસ્પર મદદ કરી સંસ્થાના હેતુઓ પરિપૂર્ણ કરવા.

() બિનનિવાસી ભારતીયોના ભારતમાં વસતા વાલીઓની સુખાકારી અને તબીયતની કાળજી લેવા પ્રયત્નો કરવા, વયોવૃધ્ધ અવસ્થામાં શારીરિક શક્તિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા, દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા પ્રયત્નો કરવા, કાનુની મદદ કરવી અને માલ મિલ્કતના રક્ષણ માટે સંસ્થા માધ્યમ બની મદદ રુપ થશે.

() સમાજના વિશાળ સમુદાયના લાભ માટે માહિતગાર અને ચોક્કસ વિષયોના નિષ્ણાત અને અનુભવો ધરાવતા વ્યક્તિઓની મદદ લઈ સંસ્થાના સભ્યોને મદદરૂપ થવું.

() સંસ્થાના સભ્યો અને રસ ધરાવતી વ્યક્તિઓને જે તે વિષયમાં જરૂરી માહીતી મળી રહે તે માટે વાલીઓ અને બિનનિવાસી ભારતીયોની વિગતો જેવી કે વાલીઓના હક્કો, જવાબદારીઓ, વિગેરે માહિતિનું આદાન પ્રદાન કરવું.

() સંસ્થાના સભ્યોમાં પરસ્પર વિશ્વાસ અને સંપ વધે તે માટે વખતો વખત સ્નેહ સંમેલનનું આયોજન કરવું.

() સંસ્થાની કર્યવાહી કરવાના શુભ આશયથી નીચે જણાવેલ નામ/સરનામાવાળી મેનેજીંગ કમિટિની નિમણૂંક કરી છે, જેઓ પ્રથમ મેનેજીંગ કમિટિ તરીકે ઓળખાશે.

ડૉ. રામચન્દ્ર કેશવલાલ પટેલ

ઇસ્સાર ગનોમલ તોતલાની

રજનીકાન્ત માધવલાલ પંચોલી

ડૉ. સુધિર શાંતિલાલ મર્ચન્ટ

ડૉ. શાંતિલાલ વાડીલાલ શાહ

નીલકંઠ ગોવિંદ જામ્ભેકર

વિજય યશવંતરાવ ખોપકર

પ્રાણનાથ લાલચંદ સીક્કા

ડૉ. જુનેજા ઓમ પ્રકાશ ચરણદાસ

૧૦ મધુસુદન બ્રિજલાલ મહેતા

ધારાધોરણ

() સંસ્થાનું નામઃ નોન રેસિડેન્સિયલ ઈન્ડિયન પૅરેન્ટસ્ અસોસિએશન, વડોદરા.

() કાર્યાલયઃ હાલમાં -, વિક્રમ પાર્ક, રામેશ્વર મંદિર રોડ, સુભાનપુરા, વડોદરા ખાતે રહેશે. ભવિષ્યમાં મેનેજીંગ કમિટિ બહુમતિથી ઠરાવ દ્વારા તેમાં ફેરફાર કરી શકશે કે શાખાઓ ખોલી શકશે.

() કાર્યક્ષેત્રઃ સમગ્ર ગુજરાત રહેશે.

()સભ્યપદઃ સંસ્થામાં કોઇપણ બિનનિવાસી ભારતીયોના વાલીઓ અને સંસ્થાના હેતુઓમાં સક્રિય રસ ધરાવનારા વ્યક્તિઓ સંસ્થાનું સભ્યપદ પ્રાપ્ત કરી શકશે. સંસ્થામાં નીચે મુજબના સભ્યો રહેશે.

() પેટ્રનઃ સંસ્થાના હેતુઓમાં સક્રિય રસ ધરાવનાર સમાજના મોભીદાર વ્યક્તિઓ સંસ્થાના સભ્ય બની શકશે.

() આજીવન સભ્યઃ

સંસ્થામાં બિનનિવાસી ભારતીયોના વાલી સભ્ય ફી પેટે રૂ. ૫૦૦૦/- ફી જમા કરાવી આજીવન સભ્ય બની શકશે.

The membership fees has been revised effective from October 01, 2011 onwards.

() વાર્ષિક સભ્ય

સંસ્થામાં બિન નિવાસી ભારતીયોના વાલી સભ્ય ફી પેટે રૂ. ૬૦૦/- જમા કરાવી વાર્ષિક સભ્ય બની શકશે.

The membership fees has been revised effective from October 01, 2011 onwards.

() ઈન્સ્ટીટ્યુશનલ સભ્ય

સંસ્થાના હેતુઓમાં સક્રિય રસ ધરાવનાર અન્ય સંસ્થાઓ સંસ્થાના હેતુઓ અને કાર્યોને સ્વીકારીને સભ્ય બની શકશે.

() એસોસિએટ સભ્યઃ

મુળ ભારતીય હોય તેવી વ્યક્તિઓ, બિનનિવાસી ભારતીયના વાલી ના હોય તેવી વ્યક્તિઓ સંસ્થાના હેતુઓ અને કાર્યને માન્ય રાખી રૂ. ૫૦૦૦/- ભરી સભ્ય થઈ શકશે.

The membership fees has been revised effective from October 01, 2011 onwards.

મેનેજીંગ કમિટિ બહુમતિથી ઠરાવ દ્વારા સભ્ય ફીમાં વધારો કે ઘટાડો કરી શકશે.

()

વ્યવસ્થાપક સમિતિઃ

સંસ્થાનો વહીવટ બંધારણીય રીતે કરવા તેમજ સંસ્થાના હેતુઓ પરિપૂર્ણ કરવા પ્રથમ સામાન્ય સભામાં મેનેજીંગ કમિટિની રચના કરવામાં આવી છે. મેનેજીંગ કમિટિની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ૧૦ અને વધુંમાં વધું ૧૪ ની રહેશે. મેનેજીંગ કમિટિની ચુટણી દર વર્ષે થશે અને તેવી ચુટણીમાં / સભ્યો વારી પ્રમાણે છૂટા થશે. તેમની જગ્યા માટે ચુટણી કરવામાં આવશે. મેનેજીંગ કમિટિની મુદત પાંચ વર્ષની રહેશે. મેનેજીંગ કમિટિમાં કોઈ પણ કારણસર જેવા કે ટ્રસ્ટીના મરણ થવાથી કે રાજીનામુ આપવાથી જગ્યા ખાલી પડશે અથવા તો મહત્તમ સંખ્યા મર્યાદા મુજબ વધારાના ટ્રસ્ટીઓની નિમણૂંક કરવાની થાય તો તેવા સમયે બાકીના ટ્રસ્ટીઓ બહુમતિથી ઠરાવ દ્વારા તેવી ખાલી પડેલી કે બાકી રહેલી જગ્યા ઉપર આજીવન સભ્યોમાંથી તેવી જગ્યા ભરશે.મેનેજીંગ કમિટિ પોતાના પૈકી ઠરાવ દ્વારા પ્રમુખ, મંત્રી, ખજાનચી જેવા હોદ્દેદારોની નિમણુંક કરશે.

() હોદ્દેદારોની સત્તા અને ફરજોઃ

() પ્રમુખઃ

() ટ્રસ્ટી મંડળ તથા સામાન્ય સભાની તમામ મિટીંગનું અધ્યક્ષ્સ્થાન પ્રમુખશ્રી સંભાળશે. જે જે બેઠકોમાં ઠરાવ મંજુર થયા હોય તેનો મંત્રી દ્વારા સમયસર અમલ કરાવશે. નાણાકીય લેવડદેવડ અને અગત્યના દસ્તાવેજોમાં સહી કરશે.

() તમામ મિટીંગનો એજંડા પ્રમુખશ્રીની સહિથી કરવાનો રહેશે.

() ટ્રસ્ટની મિલકતને લગતા તમામ વ્યવહારમાં પ્રમુખશ્રીની સહીનું વલણ ફરજીયાત રહેશે.

() મંત્રીઃ

() ટ્રસ્ટીમંડળ તથા સામાન્ય સભાની તમામ કાર્યવાહીની નોંધ ઠરાવ બુકમાં રાખશે.

()પ્રમુખશ્રીની સુચના અનુસાર ટ્રસ્ટના વહિવટને લગતી તમામ કામગીરી કરશે.

() ખજાનચીઃ

સંસ્થાના આવક અને જાવકના હિસાબો ખજાનચી પાસે રહેશે. દર વર્ષે હિસાબો ઑડીટ કરાવીને સામાન્ય સભામાં રજુ કરશે. સભ્યપદના નાણાં ઉઘરાવી તેની પહોંચ આપશે.

() નાણાકીય લેવડદેવડઃ

ટ્રસ્ટી મંડળ વખતો વખત ઠરાવ દ્વારા નક્કી કરે તે મુજબ પ્રમુખ તથા કોઇપણ એક ટ્રસ્ટીની સંયુક્ત સહીથી અથવા ટ્રસ્ટી મંડળના ઠરાવ મુજબના ટ્રસ્ટીઓની સંયુક્ત સહીઓથી ટ્રસ્ટનૉ લેવડદેવડ કરવાની રહેશે તથા બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરવનું રહેશે.

() હિસાબી વર્ષઃ

ટ્રસ્ટનું હિસાબી વર્ષ લી એપ્રિલથી શરૂ થઈ ૩૧ માર્ચના રોજ પુરૂ થશે.

() હિસાબોઃ

ટ્રસ્ટના હિસાબો નિયમાનુસાર રાખવાના રહેશે. અને દર વર્ષ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં મંજુર કરાવી ઑડીટ કરાવવાના રહેશે અને ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં રજુ કરવાના રહેશે.

(૧૦) પેટા નિયમોઃ

મેનેજીંગ કમિટીના હેતુ અર્થે મેમોરેન્ડમ ઓફ અસોસિએશનની જોગવાઇઓને આધિન તથા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ ની જોગવાઈઓને આધીન પેટા નિયમો ઠરાવ દ્વારા બનવી શકશે.

(૧૧) પેટા સમિતિઃ

મેનેજીંગ કમિટી તટ્રસ્ટના હેતુ માટે નિશ્ચિત કામકાજ અર્થે જરૂર જણાય તેવા સંજોગોમાં પેટા સમિતિની રચના કરી શકશે. મુજબની પેટા સમિતિના સભ્યો ટ્રસ્ટી ગણાશે નહીં.

(૧૨) સામાન્ય સભાઃ

ટ્રસ્ટની સામાન્ય સભા દર વર્ષે ઓછામાં ઓછી એક વખત મળશે; જેની જાણ તમામ સભ્યોને દિન અગાઉથી સાદી ટપાલથી અથવા રૂબરૂ કરવાની રહેશે.

સામાન્ય સભામાં ટ્રસ્ટના હિસાબો મંજુર કરાવવા; ટ્રસ્ટીઓની મુદત પુરી થયેલી હોય તો ટ્રસ્ટી મંડળની નિમણૂંક કરવી; તે મુજબની કાર્યવાહીનો એજન્ડામાં સમાવેશ કરવાનો રહેશે.

સામાન્ય સભા ટ્રસ્ટી મંડળના પ્રમુ્ખશ્રીના અધ્યક્ષ સ્થાને મળશે; સંજોગોવશાત પ્રમુખશ્રી સામાન્યસભામાં હાજર રહે તો સામાન્ય સભા હાજર રહેલા ટ્રસ્ટી મંડળમાંથી કોઈ પણને તેવી સામાન્ય સભાના અધ્યક્ષ નીમશે.

સામાન્ય સભાની તમામ કાર્યવાહીની નોંધ મંત્રીએ મિનિટબુકમાં કરવાની રહેશે.

(૧૩) મેનેજીંગ કમિટીની મીટીંગઃ

ટ્રસ્ટી મંડળની મીટીંગ દર વર્ષે ઓછામાં ઓછા બે વાર તથા પ્રતિ મહિને ઓછામાં ઓછા એકવાર મળશે. ટ્રસ્ટીમંડળની મીટીંગનો એજન્ડા પ્રમુખશ્રીની સહીથી દિન અગાઉ રૂબરૂ અથવા યુ.પી.સી. ટપાલ મારફતે બજાવવાનો રહેશે.

ટ્રસ્ટીમંડળ ટ્રસ્ટના તમામ વહિવટી નિર્ણયો પ્રમુખશ્રીની સંમતિથી ઠરાવ દ્વારા કરવાના રહેશે; જેની નોંધ મંત્રીએ ઠરાવબુકમાં રાખવાની રહેશે.

(૧૪) ટ્રસ્ટની મિલકતોઃ

ટ્રસ્ટની સ્થાવર મિલકત, જંગમ મિલકત જે હોય તે તથા ત્યાર બાદ ઉત્તરોત્તર વધે તે, કે જે નવી મિલકતો સંસ્થા તરફથી સંપાદન કરવામાં આવે તે તમામ સંસ્થાની મિલકત ગણાશે.

(૧૫) આવકના સાધનોઃ

ટ્રસ્ટના આવકના સાધનોમાં સભ્ય ફી, દાન, ભેટ, વ્યાજ, સરકારી, બીન સરકારી તથા અર્ધસરકારી ગ્રાન્ટ, સહાય વિગેરે રહેશે., તથા સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરી આવક ઊભી કરવામાં આવશે.

(૧૬) સંસ્થાની મિલકતો સંપ્રાપ્ત કરવા બાબતઃ

સંસ્થાની મિલકતો જે તે ચાલુ હોય તે ટ્રસ્ટીઓમાં સંપ્રાપ્ત થશે અને તે તમામ મિલકતોની વ્યવસ્થા તથા વહિવટ ટ્રસ્ટીઓ આ બંધારણને આધિન રહીને કરશે.

(૧૭) કર્મચારીની નિયુક્તી કરવાની સત્તાઃ

મેનેજીંગ કમિટીના હેતુલક્ષી કામકાજ અર્થે કર્મચારીઓની નિમણૂંક કરી શકાશે. અને આવા કર્મચારીઓનાં વેતન, માનદ વેતનની ચૂકવણી તેઓની નિમણૂંકની શરતોને આધિન રહીને કરવામાં આવશે. તથા સંસ્થાના હિતમાં ટ્રસ્ટીમંડળ ઠરાવ દ્વારા આવા કર્મચારીઓને છુટા કરી શકશે; અને કર્મચારીઓની નિમણૂંકની શરતોમાં ફેરફાર કરી શકશે.

(૧૮) બંધારણમાં ફેરફાર કરવા અંગેઃ

જ્યારે જ્યારે દસ્તાવેજમાં ફેરફાર કરવાનું કે સુધારા વધારા કરવાનું જણાય ત્યારે તેવા સમયે ટ્રસ્ટીઓની બહુમતિથી લેખિત ઠરાવ દ્વારા આવા સુધારા વધારા કે ફેરફાર કરી શકશે; જે તે વખતના કાયદાને આધિન રહીને આવો ફેરફાર કરી શકાશે.

(૧૯)

સંસ્થાના વિસર્જનઃ

સંસ્થા ચલાવી શકાય તેવી સ્થિતિમાં હોય તો ભવિષ્યમાં સંસ્થા બંધ કરવી પડે તેવી સ્થિતિમાં હોય તો તમામ લેવડ દેવડ અને હિસાબો કરી નિયમાનુસારની તમામ પુર્તતા કરી એકસમાન હેતુઓ ધરાવતી સંસ્થાને તમામ મિલ્કત સુપ્રત કરવાની રહેશે. સ્થાવર કે જંગમ મિલક્તો અંદરો અંદર વહેંચી લઈ બંધ કરી શકાશે નહીં.

ઉપરોક્ત તમામ કામગીરી ધી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ ના જે તે વખતના કાયદાને આધિન રહીને કરવામાં આવશે.