content top

Dr. Arunaben Baxi – proud of NRIPA, Vadodara

Dr. Arunaben Baxi – proud of NRIPA, Vadodara

The story about Dr. Arunaben Baxi, published in the “Divya Bhaskar” daily of Wednesday, July 14, 2011, is reproduced here with the courtesy of its publishers.

Dr. Manharbhai J. Baxi and Dr. Arunaben Baxi are members of NRIPA, Vadodara.

It is a story of great proud for the NRI Parents’ Association, Vadodara.

સંયોજન, સંચાલન અને આયોજનની ત્રિવેણી

ડૉ. અરુણાબહેન બક્ષી

મોટી દીકરી સાસરે વળાવી હોય તેવા સંજોગોમાં સોળ વરસની બીજી પુત્રીના શિરે નાના ભાઈ- ભાંડુની જવાબદારી સોંપી, માતા આંખ મીંચી દે તે પછીની કામગીરી કેટલી કપરી હોય છે, તેનો અનુભવ અરૂણાબહેન જેવાં કોઇકની જ અનુભૂતિ હોઇ શકે ! આત્મવિશ્વાસ અને ધગશ સાથે ધ્યેય પાર પાડવાની કુનેહ થકી મૂળ ડભોઈનાં બક્ષીબહેન શિક્ષણ-ક્ષેત્રમાં સારુ એવું કાઠું કાઢી, એમ.એ., પી.એચ.ડી. સુધી પહોંચ્યાં ગુજરાતી-સંસ્કૃતની માસ્ટરીએ એસએસસીમાં કેન્દ્ર ખાતે પ્રથમ આવી સુવર્ણચંદ્રક વિજેતા બન્યાં. તેજસ્વી તરુણી તરીકે પંકાયેલ આ મહિલાની ઝળહળતી કારકિર્દી એટલે એમ.એ.માં સ્કોલરશિપ પ્રથમ યુજીસી રિસર્ચ ફેલોશિપ (ચાર વર્ષ), એસોસિયેટશિપ (પાંચ વર્ષ) જો કે એમને થવું હતું તબીબ પણ સંજોગોએ તેમને સાહિત્યમાં ડૉક્ટર બનાવી એમ.એસ.યુનિ.માં ગુજરાતીના અધ્યાપક પદેથી નિવૃત્ત કર્યાં. પચાસથી વધુ અભ્યાસલેખ તથા વિવિધ યુનિ.માં સેમિનાર પરિસંવાદમાં રિસર્ચ પેપર્સની રજૂઆત એ એમની સર્જન ક્ષમતાની બાય પ્રોડક્ટ છે. જીવનના બીજા ફેઝ એટલે કે ઉત્તરાવસ્થામાં પતિદેવ પ્રો. મનહરભાઈના સહયોગે સમાજસેવાના પરમાર્થ પંથે, બક્ષીમેડમ સક્રિય છે. સાહિત્ય-કલા માર્ગે પણ શાળા-કોલેજમાં વકૃત્ત્વઅને નાટ્યમંચ પર જીતેલાં પારિતોષિકોનો ચળકાટ આજે ય ઝગારા મારે છે. ! રેડિયો પર ગીત, વાર્તાલાપ, મુલાકાત સાથે ગુજરાતી સાહિત્ય, પરિષદ, બાલકલ્યાણ સંઘ (ખેડા), અક્ષરા, વ્રજધામ વડીલ પરિવાર, વૃદ્ધાશ્રમ, બહેરાં મૂંગાની સેવા વગેરેની રાઉન્ડ ધ ક્લોક વ્યસ્તતામાં પણ અરુણાજીનાં બે પુસ્તકો ‘ગુજરાતી પ્રવાસ, સાહિત્ય’ અને ‘નિમિત્ત’ પ્રકાશિત થયા છે એ મોટું જમા પાસું છે ! વાંચન, વિવેચન, સંગીત ગરબા અભિનય વ.ના સંયોજન અને સંચાલન અને આયોજનમાં નિપુણ આ ત્રિવેણી વડીલ મહિલાના વિદેશ પ્રવાસમાં યુએસએ, યુકે, થાઈલેન્ડ મુખ્ય છે.

Comments are closed.