content top

NRI – An article by the columnist of Sandesh daily

NRIને પ્રતિવર્ષ ૧૦ લાખ ડોલરની રેમિટન્સની ઉદાર છૂટ!(ટેક્ષ પ્લાનિંગ )

Read the source article as published by the Columnist of Sandesh – Leading Gujarati daily.

The article is displayed here with the courtesy of its writer columnist and the management of Sandesh daily.

ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એટલે વિદેશમાં વસતા બિનહરીશ ભારતીયો (NRIs)ને માટે તેમના સ્વદેશ ભારતની મુલાકાત માટેનો ર્સ્વિણમ સમય ! આ સંદર્ભમાં NRIs  માટે તેમના ભારતીય રોકાણો તેમ જ સંલગ્ન નિયમો અંગે ઉપયોગી માર્ગદર્શન આપતા બે લેખો, તેમના તેમ જ ભારતમાંના તેમનાં સગાં-સંબંધીઓ માટે રસપ્રદ બની રહેશે. આજે રોકાણ માર્ગદર્શન, તેમ જ આવતા સોમવારે કરવેરા માર્ગદર્શન અંગેના વિવિધ વ્યવહારુ મુદ્દાઓની પ્રશ્નોત્તરી સ્વરૃપે સરળ રજૂઆત વાચકનો જરૃર ગમશે તેવી આશા છે.

(૧) NRI કોને કહેવાય ?

NRI અર્થાત્ Non-Resident Indian ના પ્રચલિત શબ્દાર્થમાં ભારત બહાર વસતા ભારતીય નાગરિકો (Indian Citizens) તેમ જ ‘ભારતીય મૂળના શખસાu’  Persons of Indian Origin (PIO) નો પણ સમાવેશ થાય છે. Forelgn Exchange Management Act (FEMA) ના નિયમો હેઠળ પાકિસ્તાન કે બાંગલાદેશ સિવાયના અન્ય કોઈ પણ દેશનું વિદેશી નાગરિકત્વ ધરાવતી વ્યક્તિએ, જો કોઈ પણ સમયે ભારતનો પાસપોર્ટ ધારણ કર્યો હોય અથવા આવી વ્યક્તિ કે તેનાં માતા-પિતા કે દાદા-દાદી જો ક્યારેય ભારતના નાગરિક (Citizens) રહ્યા હોય અથવા ઉપરોક્ત બે કેટેગરીમાં પડતા કોઈ પણ વ્યક્તિના લગ્નસાથીને (PIO)  તરીકે ઓળખવામાં આવે છે. આમ, FEMA હેઠળ NRIs  માટે અપાયેલા વિવિધ લાભો પરદેશમાં વસતા ભારતીય નાગરિકો તેમ જ વિદેશી નાગરિકત્વ ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિઓ, બંનેને એક સમાન ધોરણે મળી શકે છે.

(૨) આવકવેરાના કાયદા તેમ જ એક્સચેન્જ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ હેઠળ ‘નોન રેસિડન્ટ’ની વ્યાખ્યામાં કોઈ તફાવત ખરો?

‘એક્સચેન્જ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ’ હેઠળ ‘નોન-રેસિડન્ટ’ની વ્યાખ્યા આવકવેરાના કાયદા હેઠળ બિનહરીશ (Non-Resident) ની વ્યાખ્યાથી ભિન્ન છે. ‘ફોરિન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ’ FEMAની જોગવાઈઓ અનુસાર ભારત બહાર નોકરી, ધંધો કે વ્યવસાય કરવા માટે અથવા અન્ય કોઈ હેતુ (જે ભારત બહાર અનિશ્ચિત સમય માટે રહેવાના સંજોગો દર્શાવતા હોય) માટે ભારત બહાર રહેતા ભારતીયોને તેમ જ એસાઈન્મેન્ટ કે ડેપ્યુટેશન ઉપર વિદેશમાં કામ કરતા ભારતીયોને ‘નોન-રેસિડન્ટ’ ગણવામાં આવે છે. આવી વ્યક્તિઓ ભારતમાં નોકરી, ધંધો કે વ્યવસાય કરવાના હેતુસર અથવા સ્થાયી થવા માટે ભારત પાછી ફરે, ત્યારે જ તેમને ‘રેસિડન્ટ’ ગણવામાં આવે છે. ભારતમાં ટૂંકા ગાળાની તેમની મુલાકાતો દરમિયાન તેમને ‘રેસિડન્ટ’ ગણવામાં આવતી નથી. જો કે ઉચ્ચ અભ્યાસ, ટૂંકી ધંધાકીય મુલાકાતો, તબીબી સારવાર વગેરે માટે ભારત બહાર જતા ભારતીય નાગરિકોને, તેઓની ભારતમાંની કામચલાઉ અનુપસ્થિતિ દરમિયાન ‘નોન-રેસિડન્ટ’ ગણવામાં આવતા નથી.

આવકવેરાના કાયદા હેઠળ નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં ૧૮૨ દિવસથી ઓછો સમય રહેનાર વ્યક્તિને ‘નોન-રેસિડન્ટ’ NR કહેવામાં આવે છે. NR  ના કેસમાં માત્ર ભારતમાં જ ઉદ્ભવેલી આવક કરપાત્ર ગણવામાં આવે છે, પરંતુ પરદેશની તેની કોઈ પણ આવક ભારતીય આવકવેરાને પાત્ર ગણાતી નથી.

(૩) બેવડું નાગરિકત્વ (Dual Citizenship)  શું છે અને તેના શું લાભ મળે ?

૨જી ડિસેમ્બર, ૨૦૦૫થી અમલી બનેલ કાયદા હેઠળ Dual CItizenshૈૅની જોગવાઈનો મુખ્ય હેતુ વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના વ્યક્તિને ભારતના પ્રવાસે આવવા જવામાં સરળતા રહે તેમ જ ભારતમાં રોકાણ કરવા માટે સુવિધા રહે તે હેતુસર Overseas Citizen of India (OCI) નો વિશિષ્ટ દરજ્જો આપવાનો છે. આ અનુસાર ભારતીય પાસપોર્ટ સ્વરૃપી (OCI) નું અલગ રજિસ્ટ્રેશન ર્સિટફિકેટ આપવામાં આવે છે. (OCI)  ભારતીય વિઝા વગર ભારતમાં પ્રવેશ મેળવી તેમ જ કોઈ પણ રજિસ્ટ્રેશનની કાર્યવાહી સિવાય ભારતમાં ગમે તેટલો સમય રહી શકે.

(૪) ગ્દઇૈંજ દ્વારા ભારતમાં સ્થાવર અથવા જંગમ મિલકતમાં રોકાણ કરવાની શું જોગવાઈઓ છે ?

NRIs ને FEMA હેઠળ ભારતમાં અનેકવિધ સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે. આવાં રોકાણો પૈકી અનેક રોકાણો, જો તે NRI  દ્વારા વિદેશી હૂંડિયામણ (Foreign Currency) ના Remittance દ્વારા અથવા ભારતમાંના તેના Non-Resident Extenrnal (NRE) Account માંથી કરવામાં આવ્યા હોય, તો તે સંબંધી મૂડી, આવક તેમ જ મૂડીમાં થયેલી વૃદ્ધિ સહિતની તમામ રકમની પુનઃ વિદેશમાં લઈ જવાની અથવા Repatriate કરવાની છૂટ સાથે કરવા માટેની છૂટ પણ આપવામાં આવી છે. આ પ્રકારના Repatriable રોકાણો ઉપરાંત Non-RepatriationLkk ધોરણે અર્થાત્ મૂડી ભારતમાં જ રાખવાની શરતે, પણ રોકાણો કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. NRIs દ્વારા કરી શકાતા કેટલાક મહત્ત્વનાં રોકાણોની યાદી નીચે મુજબ છે.

રિપેટ્રિએશનના લાભ સાથે

ક્ન ખેતીની જમીન કે પ્લાન્ટેશન સિવાયની અન્ય કોઈ પણ સ્થાવર મિલકત જેવી કે જમીન કે મકાનમાં રોકાણ (રિપેટ્રિએશનનો લાભ મૂળ રોકાણની મર્યાદામાં).

ક્ન ભારતીય કંપનીઓમાં આ હેતુસર કરાયેલા નિયમોને આધીન સીધું વિદેશી રોકાણ (Foreign Direct Investment).

ક્ન NRI  તેમ જ FCNR બેંક ડિપોઝિટો.

ક્ન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ ભારતીય સ્ટોક એક્સચેન્જના કોઈ પણ લિસ્ટેડ શેર કે સિક્યુરિટીઝમાં રોકાણ. આ ઉપરાંત માન્ય કરાયેલા મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સમાં રોકાણ.

નોન-રિપેટ્રિએશનના ધોરણે રોકાણો

ક્ન ભારતમાં કોઈ પણ સ્વમાલિકી કે ભાગીદારીના ધંધામાં રોકાણ.

ક્ન કોઈ પણ કંપનીના શેર, ડિબેન્ચર કે ડિપોઝિટ, મ્ચુચ્યુઅલ ફંડના યુનિટ્સ વગેરેમાં રોકાણ.

ક્ન ખેતીની જમીન સિવાયની કોઈ પણ સ્થાવર મિલકતમાં રોકાણ.

ક્ન NRO બેંક ડિપોઝિટમાં રોકાણ. નાની બચત યોજનામાં નવાં રોકાણો કરવા માટે ૨૦૦૪થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અલબત્ત, PPF ના ચાલુ ખાતાઓમાં પાકતી મુદત સુધી રોકાણ કરવા માટેની NRIs ને વિશિષ્ટ અનુમતિ આપવામાં આવી છે.

(૫) ભારત સ્થાયી થવા પાછા ફરતા NRIs  તેમની પરદેશમાંની મિલકતો ધારણ કરવાનું ચાલુ રાખી શકે ?

‘એક્સચેન્જ કન્ટ્રોલ રેગ્યુલેશન્સના લિબલાઈઝેશન’ના ભાગ સ્વરૃપે, ઓછામાં ઓછા એક વર્ષ સુધી ‘નોન રેસિડન્ટ’ રહ્યા હોય અને તા. ૧૮મી એપ્રિલ, ૧૯૯૨ અથવા તે પછી ભારતમાં સ્થાયી થવા માટે પાછા ફરે તેવા બિનરહીશ ભારતીયોના કેસમાં, તેઓ બિનરહીશ રહ્યા હોય તે દરમિયાન તેમણે ભારત બહાર રાખેલ બેંક એકાઉન્ટ્સ કે ધારણ કરેલ ‘ફોરિન કરન્સી એસેટ્સ’ તેમ જ નોકરી, ધંધા કે વ્યવસાય દ્વારા ભારત બહાર કમાયેલ ‘ફોરિન એક્સચેન્જ’, કોઈ પણ નિયંત્રણ સિવાય ભારત બહાર જ રાખીને આવા બેંક એકાઉન્ટ્સ, ‘ફોરિન કરન્સી એસેટ્સ’ કે ‘ફોરિન એક્સચેન્જ’ સંબંધી તેઓ ઇચ્છે તે મુજબના મુક્ત વ્યવહારો કરી શકશે. વળી આવી કોઈ પણ મિલકતો સંબંધી તેમને રિઝર્વ બેંકની પૂર્વાનુમતિ લેવાની કે માહિતી આપવાની કે અન્ય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે નહીં.ળ(૬) NRIsને ભારતમાંની તેમની આવક પરદેશમાં મોકલવાની અર્થાત્ રિપેટ્રિએટ કરવાની છૂટ છે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)  દ્વારા ૧૯૯૪-૯૫માં કરાયેલી મહત્ત્વની જાહેરાત અનુસાર, NRIs  ને ભારતમાંની તેમની ચાલુ આવક (Current Earnings) જેમ કે ભાડું, ડિવિડન્ડ, પેન્શન, વ્યાજ વગેરે વિદેશી હૂંડિયામણ સ્વરૃપે પરદેશમાં મોકલવાની અર્થાત્ Repatriate  કરવાની પૂરી છૂટ આપવામાં આવી. આ હેતુસર NRIs દ્વારા તેની ચાલુ આવક ઉપર ભરવાપાત્ર આવકવેરો ચૂકવવાની જવાબદારી અદા કરવામાં આવી છે તેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ર્સિટફિકેટના આધારે ઉપરોક્ત સુવિધાનો લાભ મળી શકશે. આ માટેની કાર્યવાહી જે બેંક પાસે NRI નું NRE Account હોય તેના દ્વારા જ કરી શકાશે અને આ હેતુસર RBI ની કોઈ પૂર્વ પરવાનગી પણ લેવાની રહેશે નહીં.

(૭) વિશિષ્ટ સંજોગોમાં NRIsને ભારતમાંની તેમની મૂડી વિદેશમાં મોકલવા સંબંધી કોઈ છૂટ આપવામાં આવી છે ?

કેપિટલ એકાઉન્ટ લિબલાઇઝેશનનાં ભાગ રૃપે વર્ષોવર્ષ જાહેર કરાતાં મહત્ત્વનાં પગલાંઓના શ્રેણીમાં, RBI દ્વારા ૨૦૦૨થી ગ્દઇૈંજને તેમની ભારતમાંની મૂડી વિદેશ મોકલવા સંબંધી કેટલીક વિશેષ છૂટ આપવામાં આવે છે. આના અનુસંધાનમાં નીચેના ત્રણ હેતુસર NRO Accountમાં જમા નાણામાંથી ગ્દઇૈંજને પ્રતિવર્ષ દસ લાખ ડોલરની મર્યાદામાં રેમિટન્સ કરવાની છૂટ આપવામાં આવી છે.

(૧) વિદેશમાં અભ્યાસ કરતાં પોતાના સંતાનોના અભ્યાસનાં ખર્ચ અર્થે.

(૨) પોતાના કુંટુંબના કોઈ સભ્યની વિદેશમાં તબીબી સારવારના હેતુસર ખર્ચ અર્થે.

(૩) ભારતમાં દસ વર્ષ કે વધુ સમય માટે ધારણ કરાયેલ સ્થાવર મિલકતના વેચાણની રકમમાંથી રેમિટન્સ અર્થે.

કોઈપણ  NRI કu PIO ને ભારતમાં વારસામાં કે વસિયત હેઠળ મળેલ મિલકતોની રકમમાંથી પ્રતિવર્ષ દસ લાખ ડોલરની રકમનું રમિટન્સ તે વિદેશમાં કરી શકે તે માટેના વિશિષ્ટ નિયમો ‘ફોરિન એક્સચેન્જ મેનેજમેન્ટ  રેમિટન્સ ઓફ એસેટ્સ રેગ્યુલેશન્સ’ અન્વયે કરવામાં આવ્યા છે. આને અનુલક્ષીને NRIs હવે તેમને વારસામાં મળેલી તમામ મૂડી છૂટથી વિદેશ લઈ જઈ શકે છે!

આ ઉપરાંત RBI ના તા. ૧લી જુલાઇના માસ્ટર સરક્યુલર નં. ૩/ ૨૦૦૮-૦૯માં જણાવ્યા અનુસાર NRIs દ્વારા તેના NRO એકાઉન્ટમાં જમા બેલેન્સમાંથી પ્રતિવર્ષ દસ લાખ ડોલરનું રેમિટન્સ (for bonafide purpose) કરવાની છૂટ પણ આપવામાં આવી છે.