content top

US immigration visa, A talk by Shree Ramesh Rawal

એન આર પેરેન્ટ્સ ઍસોસીએસનની માસિક સભા તારીખ ૨૭ એપ્રિલ ૨૦૦૮ ના રોજ હૉટેલ સૂર્યા, સયાજીગંજ, વડોદરા ખાતે મળી હતી. આ સભામાં શ્રી રમેશભાઈ રાવલ, જાણીતા ઈમિગ્રેશન વિઝા નિષ્ણાતનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. શ્રી રમેશભાઈએ તેમની પ્રભાવશાળી શૈલીમાં અમેરીકાના ઈમીગ્રેશન વિઝા વિશે વિવિધ જાણકારી આપી હતી. તેમજ પ્રશ્નોત્તર કાળ દરમ્યાન શ્રોતાઓના પ્રશ્નોના મુદ્દાસર અને સચોટ જવાબ આપ્યા હતા તેમજ સાચી અને યોગ્ય સલાહ પણ આપી હતી.
બધા જ સભ્યોને આ પ્રવચન ઘણું જ માહિત સભર તેમજ લાભદાયી લાગ્યું હતું. વિવિધ અખબારો જેવા કે ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ગુજરાત સમચાર, દિવ્ય ભાસ્કર વિ. એ પણ તેમનો પ્રતિભાવ પ્રકાશિત કર્યો હતો. અમારી વેબ સાઈટ ઉપર સરફીંગ કરવાથી વધું જાણકારી મળી શકશે.

એન આર આઈ પેરેન્ટ્સ ઍસોસીએશન, વડોદરા આ પ્રવચનની ઑડિયો કેસેટ તૈયાર કરવા પ્રયત્ન શીલ છે.

શ્રી રમેશભાઈએ જણાવેલી કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. જે પૈકીની કેટલીક બાબતો નીચે મુજબ છે.
વિઝા લેવા જતી વખતે તેમજ અમેરીકામાં વિમાનમાંથી બહાર આવીને ઇમીગ્રેશન ઈન્સ્પેકટર પાસે જરુરી વિધિ માટે જતી વખતે સુઘડ અને વ્યવસ્થિત કપડાં પહેરવાં. લઘરવઘર પહેરવેશ નકારાત્મક બાબત ગણાય છે.
વિઝા ઑફિસર કે ઇમીગ્રેશન ઈન્સ્પેકટર  જયારે બોલવે ત્યારે જ તેના ડેસ્ક પાસે જવું તેમજ જઈને ગુડ મોર્નિગ કે અન્ય યોગ્ય સંબોધન કરવું.

હોલમાં બેસી કંઈક વાંચન કરવું. આવા વાંચનની આપણી ટેવ હોય તે આવકારદાયક બાબત છે.
જરુરી ડૉક્યુમેન્ટ્સને ફોલ્ડરમાં રાખી વ્યવસ્થિત ફાઈલ બનાવવી. તેમજ જે ડૉક્યુમેન્ટ માગે તે તરત જ તેની પાસે રજુ કરી શકાય તે પ્રમાણે તેને ગોઠવવા. ડોક્યુમેન્ટ શોધવામાં સમય લાગે તે નકારાત્મક બાબત છે.
વિઝા લેવા જતી વખતે હોલમાં દાખલ થયા પછી શાંતિથી સ્વસ્થ થઈ બેસવું. વારે ઘડીએ આમ તેમ આંટાફેરા ન કરવા, રેસ્ટ રુમ કે નાસ્તા માટે જવાનું ટાળવું. અહીં આપણી હિલચાલ તેમજ બોડી લેંગવેઝ વિ. બાબતોનું  કૅમેરા દ્વારા નિરિક્ષણ કરવામાં આવતું હોય છે.
તમને પૂછેલા પ્રશ્નનોનો  જ જવાબ આપવો. સચોટ જવાબ સિવાયની વધારાની માહિતિ અનાવશ્યક છે.
વિઝા ઑફિસર કે ઇમીગ્રેશન ઈન્સ્પેકટર   ઉપર તમારી લાયકાત કે વિશિષ્ટ હોદ્દાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કદી ય ન કરવો.

દેખાય તેવાં ઘરેણાં પહેરવાં. હાથની આંગળીઓમાં વીંટીઓ પહેરવી આવકારદાયક છે.

કુટુંબના બધા જ સભ્યોની વિઝિટર વિઝા માટેની અરજી એક સાથે ન કરવી.

તમારે અમેરિકામાં કયા સ્થળોએ ફરવા માટે જવાનું છે તેની ટૂંકી માહિતિ જેમ કે સ્થળનું નામ વિ. ની જાણકારી હોવી જોઈએ.
વિઝા interview વખતે કૌટુંબિક સંબંધો, ધંધાકીય પરિસ્થિતિ, નાણાકીય જવાબદારીઓ વિ. કારણોસર તમારે પરત ભારતમાં આવવું જ પડે તેમ છે તેવું વિઝા ઑફિસરને લાગે તે પ્રમાણે રજુઆત કરવી પ્લસ પૉઈન્ટ છે.

માતા પિતા માટે ગ્રીન કાર્ડની અવેજીમાં વિઝિટર વિઝા વધારે હિતાવહ છે. માતા પિતાના ગ્રીન કાર્ડ લેતાં પહેલાં તેના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ. આમ તો જો ખાસ આવશ્યકતા ન હોય તો ગ્રીન કાર્ડ કેન્સર સમાન છે. યુ.એસ.એ.માં ત્યાંનું વાતાવરણ, ત્યાંની રહેણીકરણી, અરસ પરસનો પ્રેમ ભાવ, કૌટુંબિક પરિસ્થિતિ,પોતાના પરિવારના સભ્યોની દૈનિક રોજનિશિ, હરવા ફરવા માટે વાહન વ્યવહારની સગવડતા વિ. બાબતો ઉપર વિચાર કરી યોગ્ય લાગે તો જ ગ્રીન કાર્ડ માટે પ્રયત્ન કરવો વધારે યોગ્ય ગણાય. શ્રી રમેશભાઈએ આ વિષે વિસ્તૃત જાણકારી આપી ઘણું સારું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. તેમજ તે અંગે ઘણાં ઉદાહરણ પણ આપ્યા હતાં.

પાન પડીકી, તમાકુ જેવાં વ્યસન જો હોય તો વિઝા ઈન્ટરવ્યું સમયે, હોલમાં દાખલ થયા પછી તેના ઉપર અંકુશ રાખવો હિતાવહ છે.

Comments are closed.