content top

Fortify ICD Device

  • હાર્ટએટેકની આગાહી કરશે અધ્યતન ડીવાઇસ

Read the Source Article by  Manish Pandya, Vadodara in the Divya Bhaskar daily of March 07, 2011.

The article is displayed here with the courtesy of the management of Divya Bhaskar.

સ્ટર્લિંગ હોસ્પિટલમાં પ૩ વર્ષીય દર્દીને ડાયાબીટીસ અને અસમાન્ય ધબકારાને પગલે ફોર્ટીફાય આઇસીડી ઇમ્પ્લાન્ટ કરી નવજીવન બક્ષ્યું

ઊંમર વધવાના કારણે નીચે પડી જાય તેવા સિનિયર સિટઝિનોને પડતા પહેલા જ જાણ થાય તેવા અત્યાધુનિક સાધનોની વાત તો સાંભળી છે પણ હવે તો હ્યદય રોગનો હુમલો થાય તે પહેલા જ તેની આગાહી થઇ જાય તેવું ડીવાઇઝ શહેરના એક પ૩ વર્ષીય દર્દીના શરીરમાં સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબોએ ઇમ્પલાન્ટ કરી અનોખી સિદ્ધી હાંસલ કરી છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. કમલદીપ ચાવલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પ૩ વર્ષીય દર્દીને ડાયાબીટીસનું પ્રમાણ ઘણુ વધારે હતું. તેમના ફેફસામાં પાણી ભરાઇ ગયું હતું , હ્યદયના ધબકારા અનિયમિત થઇ ગયા હતાં. બે વાર તો હ્યદય બંધ પડી ગયું હતુ અને પેશાબમાં પ્રોટીન જતું હતું.

હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે ઇસીજી, લોહીના રિપોર્ટ સહિતની ચકાસણી કરતાં હાર્ટએટેકના કોઇ લક્ષણો જણાયા ન હતા. હ્યદય, કિડની અને મગજની તમામ ધમની ચોખ્ખી હતી. દર્દીની બીમારી અંગે તબીબોને ભારે જહેમત બાદ ફોર્ટિફાય આઇસીડી ડિવાઇઝની જાણકારી મળી હતી. કેલિફોર્નિયાની કંપની દ્ધારા ઉત્પાદિત ડીવાઇસ શરીરમાં પાણીનું પ્રમાણ, હ્યદયના ધબકારનો દર અને ગતિને મોનિટર કરીને તેને નિયંત્રિત કરી શકે છે. એટલું જ નહિ ઇસીજીમાં થતાં નાનકડાં ફેરફાર તેમજ હાર્ટએટેક આવતા પહેલા જ દર્દીને સેન્સર વડે જાણ કરી દે છે.

પશિ્ચમના દેશોમાં પ્રચલિત ઇમ્પ્લાન્ટ આ દર્દીને બેસાડવાનો તબીબોએ નિર્ણય કર્યો હતો. પાંચ લાખની કિંમતનું આ ડિવાઇસ દર્દીના કોલરના ભાગે આવેલી જગ્યામાં ઇમ્પ્લાન્ટ કરી તેમને નવજીવન બક્ષવામાં આવ્યું છે. સાઉથ ઇસ્ટમાં દર્દીને અધ્યતન આઇસીડી ઇમ્પ્લાન્ટ કરનાર સ્ટર્લિંગ હોસ્પિટલ સૌપ્રથમ હોવાનો પણ ડો. ચાવલાએ દાવો કર્યો હતો.