content top

Vadodara as Medicity

તંત્ર અને અગ્રગણીઓની ઉદાસીનતા દૂર થઈ જાય તો  “વડોદરા મેડિસિટી બની શકે” reports “Bhaskar News, Vadodara” in its edition of June 06, 2010.  …….ડીબી ગોલ્ડ

Link: http://www.divyabhaskar.co.in/article/MGUJ-vadodara-became-medicity-1033721.html

The article is displayed here for our viewers with the courtesy of Divya Bhaskar’s reporter  and their  management.

યુ. એસ.; યુ. કે. ઉપરાંત વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો સારવાર લેવા શહેરમાં આવે છે.

એન. આર. જી. અને એન. આર. આઇ માટે વડોદરા મેડિકલ હબ છે.

વિદેશો કરતાં શહેરમાં સારવાર માટે ૬૦ થી ૭૦ ટકા ઓછો ખર્ચ થાય છે.

  • કલા અને શિક્ષણમાં સર્વોપરી રહેતું વડોદરા હવે મેડિકલ ક્ષેત્રે પણ વૈશ્વિક ફલક પર સિદ્ધિ મેળવી રહ્યું છે. વડોદરાએ મેડિકલ ક્ષેત્રે લોકલથી ગ્લોબલ સુધીની લાંબી મજલ કાપી છે. શહેરમાં હવે એક બે ને બાદ કરતાં તમામ પ્રકારની સર્જરી અને સારવાર ઉપલબ્ધ છે.

પણ સાથે સાથે વિદેશીઓ પણ શહેરની આ મેડિકલ સેવાઓનો લાભ લઇ રહ્યાં છે. ઉપરાંત શહેરનું ઉમદા હેરીટેજ અને ઉત્તમ મેડિકલ સેવાઓ વડોદરાને મેડિકલ ટુરિઝમ તરફ આગળ ધપાવી રહ્યાં છે. અને ધીરે ધીરે હવે એન.આર.આઇ અને એન.આર.જી મેડિકલ સેવાઓ લેવા માટે ખાસ વડોદરા આવે છે.

વડોદરામાં વધતી મલ્ટિ સ્પેશિયાલીટી હોસ્પિટલ્સ અને તજજ્ઞોથી શહેરમાં મેડિકલની તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત વિદેશમાં લોકોને સારવાર માટે જે ખર્ચ ભોગવવો પડે છે.

તેથી વિદેશી લોકો મુખ્યત્વે હીપ રીપલેસમેન્ટ, ની રીપલેસમેન્ટ, બાયપાસ વગેરે જેવી સારવાર માટે વડોદરા આવતાં હોય છે. વડોદરામાં દર વર્ષે ૬૦ થી ૭૦ ટકા વિદેશીઓ સારવાર અર્થે આવતાં હોય છે. છતાં આ બાબતે તંત્ર અને અગ્રણીઓની ઉદાસીનતા જોવા મળી રહી છે.

  • વિદેશની સરખામણીમાં ૭૦ ટકા ખર્ચો ઓછો

વડોદરામાં મેડિકલ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણું વિકસી રહ્યું છે. મોટા ભાગે સાઉથ આફ્રિકન દર્દીઓ અહીં સારવાર અર્થે આવતાં હોય છે. ઉપરાંત કોસ્મેટિક, ડેન્ટલ, કાર્ડિઆક અને ઓર્થોપેડિકનાં દર્દીઓ અહીં વધુ આવતાં હોય છે.

કારણ કે શહેરમાં આ તમામ સર્જરી માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં મેડિકલ ટુરિઝમની શક્યતાઓ ઘણી છે. પણ એ માટે થોડો સમય લેશે. મહત્વની વાત એ છે કે વડોદરાનું હેરિટેજ ઘણું ઉમદા છે માટે મેડિકલ ટુરિઝમ વિકસવાની શક્યતાઓ વધુ રહી છે.

ગાયત્રી સિંગ (સીઇઓ, સ્ટર્લિંગ હોસ્પિટલ)

  • શહેરમાં તમામ પ્રકારનાં સ્પેશિયાલીસ્ટ છે. અને બધા જ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. પછીએ એલોપેથી હોય, આયુર્વેદ હોય કે પછી હોમિયોપથી. ઉપરાંત દર્દીઓને અહીં ‘સી’ એટલે ક્લિનિકલ કયોર અને ‘એસ’ એટલે સોશિયલ સપોર્ટ મળી રહે છે.

તેથી વિદેશી દર્દીઓ વડોદરા તરફ વધુ આકર્ષાય છે. વડોદરામાં બરોડા ઇન્ટરનેટ ફોરમ હોવાથી તે વિદેશો સાથે સીધા સંપર્કમાં છે. તેથી દર્દીઓ ઇન્ટરનેટ દ્વારા તબીબો સાથે સંપર્ક કરી તેની ગુણવત્તા ચકાસી ને પછી જ સારવાર માટે આવતાં હોય છે.

ઉપરાંત અહીં તેઓને સારવાર ઘણી સસ્તી મળી રહે છે. માટે થોડા સુધારાઓ સાથે શહેરમાં મેડિકલ ટુરિઝમ વિકસાવવાની ઉત્તમ તકો ઉપલબ્ધ છે.

ડો. ચૈતન્ય બૂચ, એમ.ડી. કોમ્યૂટર સ્કીયોર મેડિસીન, ચેરમેન વડોદરા ઇન્ટરનેટ ફોરમ, પીજીડીસીએલ - સાઇબર લો